Shree Bharatimaiya College of Optometry & Physiotherapy   

MD's Message

સર્વ સ્નેહીજનો,

શ્રી અંબિકાનિકેતન ટ્રસ્ટના સ્થાપક પૂ.ભારતીમૈયા તથા પૂ. ગનુભાઈ મકવાણા ની દીર્ઘદ્રષ્ટિ અને માં અંબાની અસીમ કૃપાથી "અંબિકાનિકેતન" ટ્રસ્ટનો પ્રારંભ થયો. શ્રી અંબિકાનિકેતન ટ્રસ્ટ અનેક સેવાકીય પ્રવૃત્તિઓમાં હમેશા અગ્રસર રહ્યું છે. 

શ્રી અંબિકાનિકેતન ટ્રસ્ટના નેજા હેઠળ શ્રી ભારતીમૈયા વૃદ્ધાશ્રમ, સેવા ટ્રસ્ટ, શ્રી જ્ઞાનભરતી ટ્રસ્ટ, પ્રાણી કલ્યાણ ટ્રસ્ટ, શ્રી અંબિકાનિકેતન મેડિકલ ટ્રસ્ટ તેમજ શ્રી ભારતીમૈયા કોલેજ ઓફ ઓપ્ટોમેટ્રી એન્ડ ફિઝિયોથેરાપિ કોલેજ કાર્યરત છે. 

શ્રી ભારતીમૈયા કોલેજ ઓફ ઓપ્ટોમેટ્રી એન્ડ ફિઝિયોથેરાપિ કોલેજની લોકાર્પણ વિધિ ગુજરાત રાજ્યના માનનીય શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના વરદહસ્તે તા.31-03-2013, રવિવાર તેમજ શ્રી કે.પી.સંઘવી આઈ ઇન્સ્ટિટ્યૂટની લોકાર્પણ વિધિ ભાગવત મર્મજ્ઞ પરમ વંદનીય માનનીય શ્રી રમેશભાઈ ઓઝા ના વરદહસ્તે સંપન્ન થઇ.  

શ્રી ભારતીમૈયા કોલેજ ઓફ ઓપ્ટોમેટ્રી એન્ડ ફિઝિયોથેરાપિ કોલેજના અધ્યક્ષ શ્રી ચંદ્રિકાબેન મકવાણા અને આચાર્યશ્રી તેમજ એમ.સી.આઈ. મેમ્બર - સાઉથ ગુજરાત ઓપથોલોજી સોસાયટી પ્રમુખશ્રી ડૉ.મહેન્દ્રસિંહ ચૌહાણ હોય, જેમના માર્ગદર્શન અને સહકારથી આ ઓપ્ટોમેટ્રી કોલેજ અને આઈ હોસ્પિટલ શરુ કરવાની પ્રેરણા મળી જે બાબતે એમનો આભાર માનવો રહ્યો.

શ્રી ભારતીમૈયા કોલેજ ઓફ ઓપ્ટોમેટ્રી એન્ડ ફિઝિયોથેરાપિ કોલેજ કુલ વિદ્યાર્થીઓની સંખ્યા, જેમાં બેચલર માં 120 વિદ્યાર્થી, માસ્ટર્સમાં 20 વિદ્યાર્થી અને પી.એચ.ડી. માં 4 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. તેમજ શ્રી ભારતીમૈયા કોલેજ ઓફ ફિઝિયોથેરાપિમાં 200 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. અહીં આ સંસ્થામાં વિદ્યાર્થીઓ માટે તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે. જેમાં સુવિધાયુક્ત અને હવા ઉજાસવાળા વર્ગખંડો, ઓડિટોરિયમ, તમામ સુવિધાયુક્ત લેબ તથા લાઇબ્રરીનો સમાવેશ થાય છે. 

શ્રી ભારતીમૈયા કોલેજ ઓફ ઓપ્ટોમેટ્રી એન્ડ ફિઝિયોથેરાપિ સાથે કે.પી.સંઘવી આઈ હોસ્પિટલની તથા સુવિધા ફિઝિયોથેરાપિ ક્લિનિકની સુવિધા પણ ઉપલબ્ધ છે. આ બંને સંસ્થાઓન દિવસોની ઉજવણી, નિયમિત શૈક્ષણિક સેમિનાર નું આયોજન, વાર્ષિકોત્સવ તથા આઈ ચેકઅપ કેમ્પનું નિયમિત આયોજન કરવામાં આવી રહ્યું છે. અમારી સંસ્થામાં વિદ્યાર્થીઓના વિકાસ માટે અદ્યતન ડિજિટલ લાઇબ્રરી છે જેમાં કોલેજના વિદ્યાર્થીઓના અભ્યાસને લગતા તમામ પુસ્તકો ઉપ્લબ્ધ છે જેથી વિદ્યાર્થીઓના અભ્યાસમાં કોઈપણ જાતની કચાસ ન રહે તેથી સાથે કમ્પ્યુટર લૅબની સુવિધા પણ ઉપ્લબ્ધ છે.

ભારતીય શિક્ષણ અને સંસ્કારનો યથાર્થ એટલે ભારતીમૈયા કોલેજ જ્યાં ફક્ત પુસ્તકીયું જ્ઞાન ન આપતા જીવનવ્યવહારના જ્ઞાન ને પણ એટલું જ મહત્વ આપવામાં આવે છે. વિદ્યાર્થીઓને ફક્ત ચોક એન્ડ ટોકની પદ્ધતિ ન અપનાવતા કોમ્પ્યુટર અને ઓડિયો-વિઝયુઅલ સિસ્ટમનો શિક્ષણક્ષેત્રે બહુધા પ્રયોગ કરવામાં આવે છે. તેમજ વિદ્યાર્થીઓને બહોળો અનુભવ મળી રહે તે માટે શૈક્ષણિક પ્રયાસ તેમજ વિવિધ હોસ્પિટલોની મુલાકાત પણ કરાવવામાં આવે છે. જેથી વિદ્યાર્થીઓનું વ્યવહારુ જ્ઞાન પણ વિકસી શકે. 

શિક્ષણ પ્રત્યે સમર્પિત આધુનિક અભિગમ ધરાવતા ટ્રસ્ટીશ્રીઓને સમાજમાં શિક્ષણની અમૂલ્ય સૌરભ પ્રસરાવી છે. આજનો સફળ વિદ્યાર્થી આવતીકાલનો સમૃદ્ધ પ્રગતિશીલ નાગરિક બને એ ધ્યેય પૂર્ણ રીતે સાર્થક કરવા તથા ભાવિ પેઢીના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ આપવા અમે સતત પ્રયત્નશીલ છીએ.

શ્રી રૂપેન્દ્રસિંહ ભારતસિંહ મકવાણા